Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયરોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવાઇ કે રાજીનામુ આપ્યું? મુખ્ય પસંદગીકારએ શું કરી...

રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવાઇ કે રાજીનામુ આપ્યું? મુખ્ય પસંદગીકારએ શું કરી સ્પષ્ટતા

ભારતીય ક્રિકેટ ટીમના આગામી ઓસ્ટ્રેલીયા પ્રવાસની સંપુર્ણ માહિતી જાણો

ટેસ્ટ બાદ ભારતીય વન-ડે ટીમના સુકાની તરીકેની જવાબદારી શુભમનને સોંપવામાં આવી છે. આગામી ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટેની ODI અને T-20 ટીમોની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ODI ટીમનો ભાગ છે. જોકે રોહિત શર્મા હવે નિષ્ણાંત બેસ્ટમેન તરીકે રમશે.

- Advertisement -

આગામી 19 ઓકટોબરથી ઓસ્ટ્રેલીયામાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વાઇટ બોલ ક્રિકેટ શ્રેણી શરૂ થવા જઇ રહી છે ગત માર્ચ મહિનામાં ચેમ્પીયન ટ્રોફી જીત્યા બાદ ભારત સૌપ્રથમ વન-ડે શ્રેણી રમવા જઇ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ ત્રણ ODI અને પાંચ T-20 મેચની શ્રેણી રમવા માટે ઓસ્ટ્રેલીયાના પ્રવાસે જશે ભારતના ઓસ્ટ્રેલીયા પ્રવાસની બીસીસીઆઇ પસંદગી સમિતિ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતમાં સૌથી મહત્વની બાબત એ સામે આવી હતી કે ભારતીય ODI ટીમનું સુકાન શુભમનને સોંપવામાં આવ્યું છે. માર્ચ મહિનાથી ભારતીય ટીમ ODI શ્રેણી રમી નથી ઓસ્ટે્રલીયા પ્રવાસથી ODI શરૂ થશે ત્યારે ODI ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માના સ્થાને સુભન ગીલને નિયુકત કરાતા શું રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવાઇ ગઇ કે પછી તેણે પોતાની મેળે રાજીનામુ આપી દીધુ હતું તેવી ચર્ચા ક્રિકેટ પ્રેમીઓમાં અને રોહિત શર્માના ફેન ફોલોવરમાં ઉઠવા પામી છે.

ODI ટીમના કેપ્ટન તરીકે શુભમન ગીલની નિયુકતી અંગે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કરેલી પત્રકાર પરીષદમાં તેણે જણાવ્યું હતું કે સિલેકશન કમીટી ભારતીય ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટન રાખવાના પક્ષમાં નથી ત્રણેય ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટન રાખવા વ્યવહારીક રીતે અશક્ય છે. હાલમાં વન-ડે ક્રિકેટ સૌથી ઓછુ રમાતુ ફોર્મેટ છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ નિવૃતી જાહેર કરતા સુર્યકુમાર યાદવને ટી-20 ટીમનો કેપ્ટન બનાવાયો હતો. ત્યારબાદ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરતા શુભમન ગીલને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો ત્યારે હવે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર દ્વારા એવું નિવેદન કરાયું છે કે ત્રણેય ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટનના પક્ષમાં નથી આથી એવું લાગે છે કે રોહિત શર્માને કેપ્ટનશીપમાંથી હટાવવામાં આવ્યો હશે.

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે જશે જ્યાં ત્રણ ODI અને પાંચ T-20 ની શ્રેણી રમશે. બીસીસીઆઇની પસંદગી સમીતી દ્વારા આ શ્રેણી માટે શુભમન ગીલને કેપ્ટન અને શ્રેયષ અય્યરને વાઇસ કેપ્ટન જાહેર કરવામાં આવ્યા છે. લગભગ 200થી વધુ દિવસ બાદ રો-કો એટલે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી આંતરરાષ્ટ્રીય વન-ડેમાં રમતા જોવા મળશે. ટીમ ઇન્ડિયાએ આ વર્ષે આઠ જેટલી વન-ડે મેચો રમી છે જેમાંથી તમામ આઠ મેચોમાં વિજય મેળવ્યો છે.

- Advertisement -

વર્કલોડ અને આગામી સમયમાં વર્લ્ડ ચેમ્પીયનશીપમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીને ઘ્યાને લઇ બુમરાહને ODI સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે જ્યારે હાર્દિક પંડયા અને રીષભ પંત ઇજાગ્રસ્ત હોવાથી શ્રેણી માટે ઉપલબ્ધ નથી. વન-ડે સીરીઝમાં રોહિત શર્મા અને શુભમન ગીલ ઓપનીંગ કરી શકે છે.

કેપ્ટન તરીકે ગીલ

કેપ્ટન તરીકેની પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં ગીલે ઇંગ્લેન્ડમાં પાંચ મેચમાં 4 સદી સાથે 754 રન બનાવ્યા હતાં અને ભારતે એન્ડરસન – તેંડુલકર ટ્રોફીની તે રોમાંચક સીરીઝ 2-2થી ડ્રો કરી હતી. ત્યારબાદ અમદાવાદમાં રમાયેલી વેસ્ટઇન્ડીઝ સામેની મેચમાં ભારતે વેસ્ટઇન્ડીઝને ઇંનીંગ અને 140 રનથી કચડયું હતું. આ અગાઉ 2024માં ટી-20માં પણ ગીલે ભારતનું નેતૃત્વ કર્યુ હતું. જેમાં ઇન્ડિયાએ 4-1 થી સીરીઝ કબ્જે કરી હતી.

ભારતનો ઓસ્ટ્રેલીયા પ્રવાસ

તારીખ                       ફોર્મેટ    સ્થળ

19 ઓકટોબર 2025      ODI      પર્થ
23 ઓકટોબર 2025      ODI      એડીલેડ
25 ઓકટોબર 2025      ODI      સિડની
29 ઓકટોબર 2025      T-20      કેનબેરા
31 ઓકટોબર 2025      T-20      મેલબોર્ન
2 નવેમ્બર 2025           T-20      હોબાર્ટ
6 નવેમ્બર 2025           T-20      ગોલ્ડકોસ્ટ
8 નવેમ્બર 2025           T-20      બ્રીસબેન

ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે ભારતની ODI ટીમ

શુભમન ગીલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયશ અય્યર (વાઇસ કેપ્ટન), અક્ષર પટેલ, કે.એલ. રાહુલ (વિકેટ કિપર), નિતીશકુમાર રેડ્ડી, વોશીંગટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મહમદ સિરાજ, અર્શદીપસિંઘ, પ્રસિઘ્ધ ક્રિષ્ના, ધ્રુવ જુડેલ (વિકેટ કિપર), યશસ્વી જયસ્વાલ,

ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે ભારતની T-20 ટીમ

સુર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગીલ (વાઇસ કેપ્ટન), તિલક વર્મા, નિતીશકુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટ કિપર), વરૂણ ચક્રવર્તી, જસ્મીત બુમરાહ, હર્ષદીપસિંઘ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેંમસંગ (વિકેટ કિપર), રીંકુ સિંઘ, વોશીંગટન સુંદર

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular