ટેલિકોમમંત્રી અશ્વિની વૈષ્ણવે BSNL ના 62 હજાર કર્મચારીઓને કામ કરવા અથવા ઘરે બેસી જવાની કડક ચેતવણી આપી હતી. બીમાર BSNL માટે સરકારે 1,60,000 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે. આ માટે સરકારની ટીકા પણ થઈ રહી છે. વૈષ્ણવનો એક ઓડિયો લીક થયો છે જેમાં તે આ સરકારી કંપનીના કર્મચારીઓને આગામી બે વર્ષ સુધી સખત મહેનત કરવાનું કહી રહ્યા છે.અશ્વિની વૈષ્ણવે કર્મચારીઓને કહ્યું છે કે તેઓ કાં તો કામ કરો અથવા VRS લઈ લો, અન્યથા જે કામ નહીં કરે તેમને બળજબરીથી રેલવેની જેમ VRS આપવામાં આવશે. નોંધપાત્ર રીતે, કેન્દ્ર સરકારે તાજેતરમાં BSNLને પાટા પર લાવવા માટે રૂ. 1.64 લાખ કરોડના પુનર્જીવન પેકેજને મંજૂરી આપી છે. પેકેજમાં ત્રણ ભાગો છે – સેવાઓમાં સુધાર કરવો, ખાતાવહીઓને મજબુત કરવી અને ફાઈબર નેટવર્કનું વિસ્તરણ કરવું.BSNL ઝડપથી ખાનગી ખેલાડીઓ સામે બજારહિસ્સો ગુમાવી રહ્યું છે અને જો તેને ટેક્નોલોજી અને સેવાઓના અપગ્રેડેશન માટે સરકારી નહીં મળી હોત તો તે મહાકાય મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોત.