જામનગરમાં ચોમાસાના પ્રારંભે જ શહેરના મઠ ફળી તેમજ અન્ય એક વિસ્તારમાં જર્જરીત મકાન તુટી પડવાની ઘટનાબાદ જામ્યુકોના તંત્રએ શહેરમાં અંધાશ્રમ સામે આવેલા 1404 જર્જરીત આવાસના રહેવાસીઓને આવાસો તાત્કાલીક ખાલી કરી નાખવા વુધ એક નોટીસ આપી છે.
બે દિવસ પહેલાં જામનગરમાં મઠ ફળી વિસ્તારમાં જર્જરીત મકાનનો અમુક હિસ્સો તુટી પડતાં એક વ્યકિતનું મૃત્યુ નિપજયું હતું. જર્જરીત મકાન તુટી પડવાની અન્ય એક ઘટના પણ સામે આવી હતી. આ ઘટનાઓને ધ્યાનમાં રાખી શહેરમાં દુર્ઘટનાની સૌથી વધુ સંભાવનાઓ જયાં રહેલી છે તેવા અંધાશ્રમ સામેના 1404 આવાસ યોજનાના ફલેટ ધારકોને તાકિદે તેમના જર્જરીત આવાસનો ઉપયોગ બંધ કરવા જામ્યુકો દ્વારા તાકિદ કરવામાં આવી છે. ચોમાસા પહેલાં પણ કે વખત જામ્યુકોનું તંત્ર આ અંગે નોટીસ પાઠવી ચુકયું છે. તેમ છતાં જર્જરીત આવાસોનો ઉપયોગ યથાવત્ હોય કોઇ ગંભીર દુર્ઘટના ન સર્જાય તે માટે જામ્યુકોએ વધુ એક વખત આવાસના રહેવાસીઓને ચેતવણી આપી પાણી પહેલાં પાળ બાંધી લીધી છે. બીજી તરફ આ આવાસ યોજનામાં મોટા ભાગે ગરીબ લોકો રહેતાં હોય તેમની પાસે રહેઠાણની અન્ય કોઇ સુવિધા ન હોય તેમની હાલત ‘જાયે તો કહાં જાય’ જેવી બની ગઇ છે.