તાજેતરમાં હેલીકોપ્ટર દુર્ઘટનામાં દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવત તથા તેમના પત્ની સહિતના 13 જવાનો શહીદ થયા હતાં. તેમને જામનગર વોર્ડ નં.6 ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.6 ના ભાજપાના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.