જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તા. 14 મેના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી એમ.પી. શાહ મેડિકલ ટાઉનહોલ ખાતે વોર્ડ નં. 4 થી 6ના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના વિભાગો જેવા કે, જન્મ-મરણના દાખલાઓ, પ્રોપર્ટી ટેકસના પ્રશ્ર્નો, કારખાના લાયસન્સ, હેલ્થ ચેકઅપ, વોટર વર્કસ અંગેના મુદ્ાઓ વ્યક્તિગત રીતે જે કોઇ અરજદારના હોય તે લેવાના છે તે જ રીતે સરકારની સેવાઓ જેવી કે, આવકનો દાખલો, વૃધ્ધ પેન્શન, વિધવા પેન્શન, રાશનકાર્ડ, ક્રિમીલેયર સર્ટિફીકેટ, જાતિનો દાખલો, પીજીવીસીએલ (જીઇબી) લગતના મુદ્ાઓ, સમાજ કલ્યાણ અને પછાત વર્ગ વિભાગ હસ્તકના દાખલાઓ અને સર્ટિફીકેટ આ ઉપરાંત લેન્ડ રેકર્ડ વિભાગને લગતા મુદ્ાઓ, આધારકાર્ડની કામગીરી જેવી કે, આધારકાર્ડ સંલગ્ન મોબાઇલ નંબર પરિવર્તન, આઇસીડીએસ બાળકોના આધારકાર્ડ, 0 થી 5 વર્ષના બાળકોના આધારકાર્ડ, રેવન્યુ રેકર્ડ માટે વારસાઇ અરજી, ઘરેલુ નવા વિજ જોડાણ માટેની અરજીઓ, મેડીકલ કેમ્પ, ઉકાળા વિતરણ, બેંક લોન અંગે માર્ગદર્શન તથા ભીમ એપ, કેસલેશ લીટરેસી વગેરે કાર્યવાહી આ દિવસે હાથ ધરવામાં આવનાર છે.