જામનગર શહેરના વોર્ડ નં.3માં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સભ્યોની ગ્રાન્ટમાંથી વિકાસકામોના ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા.
જામનગરના ધારાસભ્ય અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા વોર્ડ નં. 3ના સભ્યોની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. 3માં રૂપિયા 154.73 લાખના ખર્ચે કુલ 12 વિકાસકામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ તકે ધારાસભ્ય ધમેર્ર્ન્દ્રસિંહ જાડેજા (હકુભા), મેયર બીનબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, વોર્ડ નં. 3ના કોર્પોરેટરો સુભાષભાઇ જોશી, પરાગભાઇ પટેલ, અલ્કાબા જાડેજા, પન્નાબેન મારફતીયા, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, વોર્ડ પ્રમુખ નરેન ગઢવી, યુવા પ્રમુખ દિલીપસિંહ જાડેજા તથા વોર્ડ નં. 3ના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.