Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરચૂંટણીમાં ફરજ બજાવનાર હોમગાર્ડ જવાનોનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન - VIDEO

ચૂંટણીમાં ફરજ બજાવનાર હોમગાર્ડ જવાનોનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન – VIDEO

- Advertisement -

જામનગર શહેર તથા ધ્રોલ, કાલાવડના હોમગાર્ડઝ જવાનોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી લોકશાહીના પર્વમાં પોતાના માતાધિકારની ફરજ અદા કરી હતી. 350 જેટલા હોમગાર્ડઝ સભ્યો દ્વારા બેલેટ પેપરના માધ્યમથી મતદાન કર્યુ હતું.

- Advertisement -

જામનગર સહિત રાજ્યની 26 લોકસભા બેઠકો માટે મંગળવારે મતદાન પ્રક્રિયા યોજાનાર છે. જેમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ, પોલીસ, જવાનો, હોમગાર્ડ જવાનો ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય છે. ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી શકે તે માટે બેલેટ પેપર દ્વારા મતદાનની વ્યવસ્થા કરવામાં આવે છે. હોમગાર્ડઝ જવાનો ચૂંટણીમાં બંદોબસ્ત માટે જવાના હોવાથી હોમગાર્ડઝ જવાનોનું બેલેટ પેપર દ્વારા મતદાન યોજાયું હતું.

- Advertisement -

ધ્રોલ, કાલાવડ અને જામનગર શહેરના 350 હોમગાર્ડઝ સભ્યો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. જેમા હોમગાર્ડઝ જવાનોએ બેલેટ પેપર દ્વારા મતદાન કરી પોતાની મતદાનની ફરજ નિભાવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular