જામનગર બાર એસોસિએશનના હાલના હોદ્દેદારોની મુદ્ત તા.31 ડિસેમ્બર 2021 ના રોજ પૂર્ણ થતી હોય આગામી વર્ષ 2022 માટે કારોબારી સમિતિની ચૂંટણી આજેસવારે 9:30 વાગ્યાથી શરૂ થઈ હતી. જેમાં પ્રમુખપદ માટે ભરતભાઈ સુવા તથા નાથાલાલ ગોહિલ વચ્ચે ખરાખરીનો જંગ છે.
જામનગર બાર એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારોની આજે ચૂંટણીનું મતદાન યોજાયું હતું. ખજાનચી તરીકે ગઢવી નારણભાઇ બિનહરીફ જાહેર થયા બાદ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, લાઈબે્રરી મંત્રી તથા કારોબારી સભ્યો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી.
પ્રમુખપદ માટે ભરતભાઇ સુવા તથા નાથાલાલ ગોહિલએ ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત ઉપપ્રમુખપદ માટે અશોક જોશી તથા ભરતસિંહ જાડેજા, મંત્રી માટે મનોજ ઝવેરી, કિશોરસિંહ ઝાલા તથા ગિરીશ સરવૈયા, સહમંત્રી માટે ઘોરી અબરાર અલી, જોગડીયા જાગૃતિબેન તથા ચુડાસમા વનરાજસિંહ, લાયબ્રેરી મંત્રી જાડેજા જયદેવસિંહ તથા માજોઠી એઝાઝએ ઉમેદવારી નોંધાવી છે. આ હોદ્દેદારોની મતદાનની પ્રક્રિયા સવારે 9:30 વાગ્યાથી પ્રારંભ થઈ હતી. આ ઉપરાંત કારોબારી સભ્યો માટે ઠાકર મૃગેન, ભાલારી દિપક, કે.કે. વિસરીયા, હરવરા મિતુલ, સચિન વોરીયા, ગરડર દિપક, સફિયા અહેમદ, કંચવા રઘુવીરસિંહ, સોલંકી રવિ, મણિયાર નયન, પોપટ ચાંદની તથા ગણાત્રા પરેશએ દાવેદારી નોંધાવી છે. આજે મતદાનનો પ્રારંભ થતાં વકીલો મોટીસંખ્યામાં મતદાન કરવામાં ઉપસ્થિત રહ્યાં છે.