જેલમાં રહેલા કાચા કામના કે પાકા કામના કેદીઓ મતદાન તો કરી શકતા નથી પરંતુ જે કેદીઓ પાસા હેઠળ છે તેઓને મતદાનનો અધિકાર છે અને ગુજરાતની જેલમાં રહેલા 390 જેટલા પાસાના કેદીઓ માટે મતદાનની વ્યવસ્થા થઇ ગઇ છે. આ તમામને માટે જે જેલમાં તેઓને રખાયા હોય તેમને માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા થશે અને ચૂંટણી પંચ અને જેલના અધિકારીઓ સાથે રહીને આ મતદાનની વ્યવસ્થા કરશે. પાસાના કેદીઓમાં 381 પુરૂષો અને 9 મહિલાઓ છે અને તેઓમાં જે લોકો મત આપવા ઇચ્છતા હશે તેમને મત પત્ર અપાશે જેમાં તેમને ઉમેદવારોના નામ સામે ટીક કરવાનું રહેશે.