રાજ્યમાં કોરોનાનું સંક્રમણ કાબુ બહાર થયું છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જેના પગલે ગ્રામ્ય પંથકોમાં સ્વેચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. કાલાવડ તાલુકાના મોટા વડાલા ગામે એક અઠવાડિયામાં 75થી વધુ કેસ આવવાની સાથે છેલ્લા 4 દિવસમાં 4 વ્યકિતઓના મોતથી ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
કોરોના કેસોનો રાફડો ફાટતા લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. મોટા વડાલા ગામે 27 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. જે અંતર્ગત બહારની કોઇપણ વ્યકિતએ ગામમાં પ્રવેશવા માટે ગ્રામપંચાયતની મંજૂરી લેવી પડશે. ગ્રામજનો દ્વારા નિયમોનો ભંગ થશે તો ગ્રામપંચાયત દ્વારા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.