કોરોના મહામારીના કેસો સમગ્ર દેશમા દીન પ્રતીદીન વધતા જાય છે અને હવે કોરોના ગામડાઓમા પણ પગ પેસારો કરી રહ્યો છે ત્યારે પોરબંદર તાલુકાના વિસાવાડા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના તાબા હેઠળના 12 ગામના સરપંચોની બેઠક મળી હતી અને કોરોના મહામારીને લઈને ચર્ચાઓ કરી સ્વંયમભૂ આંસીક લોકડાઉન કરવાનો નીર્ણય લેવામા આવ્યો હતો જેમા ચા પાનની દુકાનો અને અનાજ કરીયાણાની દુકાનો સમય મર્યાદીતથી ખોલવા કહ્યુ હતુ
તા 10-4-21 થી 18-4-21 સુધી સવારે 6 થી 10 અને બપોર બાદ 5 થી 9 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે.ગામમા કામ સીવાય કોઈએ બેસવુ નહી તથા ઘરની બહાર ન નીકળવાઅપીલ કરવામા આવી છે.
વિસાવાડા ગ્રામ પંચાયત અને વિસાવાડા આરોગ્ય કેન્દ્ર દ્વારા આ બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ આ તકે વિસાવાડા તથા કુછડી થી મિંયાણી સુધીના સરપંચો ,તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા સહીતના આગેવાનો તથા હેલ્થ વર્કરો જોડાયા હતા.