લોકડાઉનને કારણે રેલવે દ્વારા દ્વારકા, જુનાગઢ, પોરબંદર, મોરબીની લોકલ ટ્રેન બંધ કરવામાં આવી હતી. આજે આ ટ્રેન બંધ કર્યાને એક વર્ષ જેવો સમય થઇ ગયો છે છતાં પણ ટે્રન ફરીને ચાલુ કરવામાં આવી નથી. આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ અને ડીઆરયુસીસીના સભ્ય પાર્થભાઇ ગણાત્રાએ રાજકોટ ડીઆરએમને રજૂઆત કરી આ ટ્રેનો ફરીને ચાલુ કરવા રજૂઆત કરી છે.
દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, મોરબીની ટ્રેનો શરૂ કરવામાં નહીં આવતા સાધારણ માણસો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે રાજકોટ ડીવીઝન દ્વારા વહેલામાં વહેલી તકે આ બંધ કરાયેલ ટ્રેનો શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. બોર્ડના નિણૃય મુજબ લોકલ ટ્રેનોને સ્પેશિયલ ટ્રેન ગણીને મેઇલ એક્ષપ્રેસ ટે્રનનું ભાડુ વસુલવામાં આવશે જે નિર્ણય ખુબ જ ખર્ચાળ જણાઇ રહ્યો છેે. તેને બદલે અગાઉના દરે જ ભાડાની વસૂલાત કરવા માંગ કરાઇ છે. રૂા.50 ને બદલે પ્લેટફોર્મ ટીકીટનો દર રૂા.10 રાખવો અને ઓખા-મુંબઇ અને વેરાવળ-બ્રાંન્દ્રા ટે્રનના સમયમાં પણ ફેરફાર કરવા તેમના દ્વારા ડીઆરએમને રજૂઆત કરાઇ છે.