‘ધ કાશ્મીર ફાઈલ્સ’થી ચર્ચામાં આવેલાં ફિલ્મ ડિરેકટર વિવેક અગ્નિહોત્રી હવે ‘ધ દિલ્હી ફાઇલ્સ’ બનાવવા જઇ રહયા છે. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની સફળતા બાદ ડાયરેકટ વિવેક અગ્નિહોત્રીએ ટિવટ્ મારફત આ જાહેરાત કરી છે. કાશ્મીરી પંડિતો સાથે થયેલી બર્બરતાની દર્દનાક કહાનીને સિલ્વર સ્ક્રીન પર રજૂ કરનાર અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને ખૂબ સફળતા મળી છે. એટલું જ નહીં આ ફિલ્મને રેકોર્ડ તોડ કમાણી પણ કરી છે. સાથે-સાથે આ ફિલ્મ રાજકીય વિવાદનું કેન્દ્ર પણ બન્યું છે. આ ફિલ્મની સફળતાથી પ્રેરાઇને ડાયરેકટરે ‘ધ દિલ્હી ફાઈલ્સ’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.