Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરદર્શનાર્થે ગયેલા રેલવેકર્મીનું હૃદયરોગના હુમલાથી મોત

દર્શનાર્થે ગયેલા રેલવેકર્મીનું હૃદયરોગના હુમલાથી મોત

હાપામાં ફરજ બજાવતા કર્મચારીને ધુતારપર ગામમાં હૃદયરોગનો હુમલો : જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના હાપામાં રહેતાં અને ફરજ બજાવતા યુવાન કર્મચારી ધુતારપર ગામે માતાજીના દર્શન કરવા ગયા હતાં અને તે દરમિયાન ચા-નાસ્તો કરતાં હતાં ત્યારે હૃદયરોગ હુમલો આવતા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં હાપા રેલવે કોલોની જવાહરનગરમાં રહેતાં અને રેલવેમાં ફરજ બજાવતા રાજકુમાર મનુભાઈ ઝીંઝુવાડિયા (ઉ.વ.44) નામના યુવાન રેલવે ગુરૂવારે સવારના સમયે ધુતારપર ગામે આવેલા માતાજીના મઢે દર્શનાર્થે ગયા હતાં. ત્યારે રામજીભાઈને ત્યાં ચા-નાસ્તો કરવા ગયા હતાં તે દરમિયાન રાજકુમારને અચાનક હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે રામજીભાઈ દ્વારા જાણ કરાતા હેકો સી.જી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular