Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરકલેકટર દ્વારા જિલ્લા જેલની મુલાકાત

કલેકટર દ્વારા જિલ્લા જેલની મુલાકાત

- Advertisement -

જામનગર જિલ્લા કલેકટર દ્વારા ગઇકાલે જિલ્લા જેલની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી અને જિલ્લા જેલમાં રહેલી સુવિધાઓનું નિરિક્ષણ કરી કેદીઓ તથા આરોપીઓની સાથે ચર્ચા કરી જરુરી સૂચનો પણ મેળવ્યા હતાં.
જિલ્લા કલેકટર બી.એ. શાહ દ્વારા ગઇકાલે જામનગર જિલ્લા જેલની સરપ્રાઇઝ વિઝિટ લઇ જિલ્લા જેલમાં રહેલી સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે વિઝિટ દરમિયાન યાર્ડ નં. 1 થી 7, રસોઇઘર, જેલ દવાખાના તથા મહિલા વિભાગમાં રાઉન્ડ લઇ તમામ કેદી અને આરોપીઓની અરજ પણ સાંભળી હતી તથા જેલની તમામ બેરેકની સ્વચ્છતાની ચકાસણી કરી જરુરી સૂચનો પણ આપ્યા હતાં. જિલ્લા જેલની મુલાકાતે પહોંચેલા કલેકટર સહિતના અધિકારીઓનું જેલ અધિક્ષક દ્વારા સ્વાગત કરાયું હતું.

- Advertisement -

જિલ્લા કલેકટર બી.એ. શાહની જેલ વિઝિટ દરમિયાન અધિક કલેકટર બી.એન. ખેર, જિલ્લા જેલ અધિક્ષક એમ.એન. જાડેજા, જેલર ઘનશ્યામભાઇ પટેલ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જેલ અધિક્ષકે તમામ વિભાગોથી પરિચિત કરાવી માહિતી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular