શહેરીજનોને પાણીની સમસ્યા ન થાય તે માટે કમિશનર દ્વારા જરૂરી માર્ગદર્શન અપાયું
ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે, ત્યારે લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે આજરોજ કમિશ્નર સહિતના અધિકારીઓ દ્વારા આજી-3 ડેમની મુલાકાત લેવામાં આવી હતી.
કમિશ્નર વિજયકુમાર ખરાડી તથા કાર્યપાલક ઇજનેર બોખાણી દ્વારા આજરોજ આજી-3 ડેમની મુલાકાત લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જામનગર મહનગરપાલિકા દ્વારા આજી -3 ડેમ માંથી દૈનિક 40 એમ.એલ. ડી. પાણી મેળવવામાં આવે છે. હાલ આજી -3 ડેમમાં 19.25 ફુટ એટલે કે 880 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો ઉપલબ્ધભ છે. આગામી ઉનાળામાં શહેરીજનોને નિયમિત તથા પૂરતા ફોર્સથી પાણી વિતરણ થાય તે માટે કમિશ્નર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ પૂરી પાડવામાં આવી હતી.