બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ઈસ્લામી જેહાદી ગતિવિધિ નિરંતર વધી રહી છે જેના વિરોધમાં હિન્દુ પરિષદ જામનગર બજરંગ દળ દુર્ગાવાહિની અને માતૃશક્તિ દ્વારા શહેરના લાલ બંગલા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિર , વ્યવસાયિક કેન્દ્ર, મહિલાઓ, સંપત્તિ, શાસકીય કર્મચારીઓને નિશાના બનાવવામાં આવી રહ્યા છે હર સપ્તાહ હિન્દુ પ્રતાડના ઓની ધટના ઘટે છે પરંતુ ગત સપ્તાહ મેમનસિંહ જીલ્લા ના ભાલુકા માં એવી ઘટના ઘટી કે જેને પૂરી માનવતા ને લજ્જિત કરી છે એક સામાન્ય હિન્દુ શ્રમિક દીપુદાસ પર ઈસ નિંદાના ખોટા આરોપ લગાવી અનૌપચારિક વાતચીત માં દીપુદાસ ની જેહાદી ભીડ દ્વારા હત્યા કરવામાં આવી અને ત્યારબાદ તેને ઝાડ પર લટકાવી બાળી દેવામાં આવે છે ત્યાંની પોલીસ પ્રશાસન ની નજર સામે આ ઘટના થઇ છે.
View this post on Instagram
અલ્પસંખ્ય માનવીય અધિકારોનું ખુલ્લેઆમ હનન માનવતા વિરુદ્ધ ગંભીર અપરાધ છે બરબર જીહાદી હિંસા અને પ્રશાસનિક નિષ્ક્રિયતા હિન્દુ વિરોધી હિંસા પર રોક લાગે અપરાધીઓ પર કડી કાર્યવાહી થાય બાંગ્લાદેશ માં અલ્પસંખ્ય માટે ભય અને શોષણમુક્ત વાતાવરણ બને તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો દરેક જિલ્લા કેન્દ્ર પર થતા હોય ત્યારે જામનગર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહિની અને માતૃશક્તિ દ્વારા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં સૂત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો.
આ તકે જામનગર મહાનગર અધ્યક્ષ વિજયભાઈ બાબરીયા, જામનગર ગ્રામ્ય અધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમાણીયભાઈ પિલ્લે, હેમંતસિંહ જાડેજા,મંત્રી રસિકભાઈ અમરેલિયા ,સહમંત્રી વિજયભાઈ વોરા, કલ્પેનભાઈ રાજાણી, ધર્માચાર્ય સુરેશભાઈ ગોંડલીયા, બજરંગ દળ જિલ્લા સંયોજક ભગીરથસિંહ વાળા, સૌરાષ્ટ્ર પ્રાંત માતૃશક્તિ સહ સંયોજિકા હીનાબેન અગ્રાવત, દુર્ગાવાહિની પ્રાંત ટોળી સદસ્ય કૃપાબેન લાલ, સત્સંગ પ્રમુખ પ્રફુલાબેન અગ્રાવત, માતૃશક્તિ જામનગર જિલ્લા સહ સંયોજિકા ભાવનાબેન ગઢવી, અલ્પિતાબેન સહિતના હિન્દુ સમાજ ના લોકો મોટી સંખ્યામાં સાથે જોડાયા હતાં.


