તાજેતરમાં કોરોના મહામારી દરમિયાન અનેક લોકોના મૃત્યુ થયા હતા. તેઓના સગાસંબંધિ તેમની અંતિમવિધિ કોરોના ગાઇડલાઇનને કારણે હિન્દુ ધર્મની સંસ્કૃતિ મુજબ કરી શકયા નથી. જેથી તેમની આત્માઓને શાંતિ માટે વિશ્ર્વ હિન્દુ પરિષદ જામનગર દ્વારા શાંતિ યજ્ઞનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ જામનગર સેવા વિભાગ દ્વારા કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા સર્વ જીવોના આત્મકલ્યાણ અર્થે શાંતિ હોમ યજ્ઞનું સંસ્કૃત પાઠશાળામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત રાજ્યના અને પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી,ડે.મેયર તપનભાઈ પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, શહેર મંત્રી સુબ્રમણ્યભાઈ પીલ્લે, સેવા વિભાગના પ્રમુખ પ્રફુલભાઈ ચૌહાણ, સમરસતા પ્રકલ્પના સંયોજક જીવરાજભાઈ કબીરા, પ્રચાર-પ્રસાર વિભાગના જિલ્લા સંયોજક કિંજલ કારસરીયા, જિલ્લા સમિતિના માર્ગદર્શક વિશાલભાઈ ખખ્ખર, મહિલા વિભાગના હીનાબેન અગ્રાવત, રેખાબેન લાખાણી સહિતના અગ્રણીઓ યજ્ઞ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને બીડું હોમી આહુતિ આપી હતી. આ શાંતિ યજ્ઞ માટે રાજેશભાઈ નકુમ પરિવારના યજમાન પદે શાસ્ત્રી નિખિલભાઇ દવે અને ઉપસ્થિત ભૂદેવોએ યજ્ઞ વિધિ સંપન્ન કરાવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સર્વ જીવોના આત્મકલ્યાણ અર્થે શાંતિ યજ્ઞ યોજાયો
રાજયમંત્રી તેમજ મેયર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિ આપી