Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયવિરાટ-અનુષ્કાએ ‘મહાકાલ’ની ભસ્મ આરતીમાં ભાગ લીધો

વિરાટ-અનુષ્કાએ ‘મહાકાલ’ની ભસ્મ આરતીમાં ભાગ લીધો

- Advertisement -

ઈન્દોર ટેસ્ટ ત્રણ દિવસમાં જ પુરો થયો હતો અને તેમા ભારતીય ટીમની હાર થઈ હતી. આ હાર બાદ આજે ભારતીય ક્રિકેટર કોહલી અને અનુષ્કા શર્મા વહેલી સવારે પ્રખ્યાત ઉજ્જેનના મહાકાલેશ્ર્વર મંદીરે પહોંચ્યા હતા. બંનેએ ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. બંનેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

- Advertisement -

ઓસ્ટ્રેલિયા સામે ઈન્દોર ટેસ્ટ મેચમાં ભારતને 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની આશાને થોડો આંચકો લાગ્યો છે. હવે ભારતીય ટીમ પાસે અમદાવાદ ટેસ્ટ મેચ જીતીને આસાનીથી ફાઇનલમાં પહોંચવાની તક છે. ત્રીજી ટેસ્ટમાં હાર બાદ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ઉજ્જૈન પહોંચ્યો હતો. વિરાટ અને અનુષ્કા આજે વહેલી સવારે મહાકાલના મંદીરે હાજરી આપી હતી. વિરાટ અને અનુષ્કાએ ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ટેસ્ટ ક્રિકેટમાં 34 વર્ષીય વિરાટ કોહલીનું ફોર્મ કંઈ ખાસ રહ્યું નથી. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણેય ટેસ્ટ મેચમાં તે ફ્લોપ રહ્યો છે. નવેમ્બર 2019 પછી તે ટેસ્ટ ક્રિકેટમાં એક પણ સદી ફટકારી શક્યો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular