Friday, January 9, 2026
Homeવિડિઓખીજડિયામાં પ્રાથમિક સુવિધાના અભાવ મામલે ગ્રામજનોનો ઘેરાવ - VIDEO

ખીજડિયામાં પ્રાથમિક સુવિધાના અભાવ મામલે ગ્રામજનોનો ઘેરાવ – VIDEO

ગ્રામ પંચાયત કચેરીને 150 થી વધુ લોકોનો ઘેરાવ : વર્ષોથી પ્રાથમિક સુવિધાના અભાવથી ગ્રામજનો ત્રાહિમામ : દૈનિક પાણી વિતરણ, સફાઇ, સ્ટ્રીટલાઇટ અને રસ્તા જેવી સુવિધાથી વંચિત

જામનગર નજીક આવેલા ખીજડીયા ગામના બે વિસ્તારોમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓના અભાવનો સામનો કરતા સ્થાનિક રહીશો આજે મોટા પ્રમાણમાં એકત્રિત થઈને ગ્રામ પંચાયત કચેરીએ ઘેરાવ કર્યો હતો. આશરે 150 થી વધુ લોકોએ લાંબા સમયથી માલિકીના પ્લોટ અને મૂળભૂત સુવિધાઓની માંગણી કરી રહી છે. સ્થાનિક પોતાના કામ બંધ કરી પંચાયતની કચેરીએ ઘેરીવ કરી રોષ વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગ્રામ પંચાયત દ્વારા નિયમિત વેરો વસૂલવામાં આવે છે, પરંતુ દૈનિક પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, રોડ જેવી જરૂરી સુવિધાઓ આપવામાં આવતી નથી. આજે અંદાજે 100 થી વધુ જેટલા રહીશો પંચાયત કચેરીએ પહોંચી પોતાના પ્રશ્ર્નો અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત સ્થાનિકોનો આરોપ છે કે વર્ષોથી મફતિયા પ્લોટ વિસ્તારમાં રહેતા લોકોને માલિકીના પ્લોટ આપવામાં આવતા નથી, જેના કારણે તેઓ અનિશ્ર્ચિતતા વચ્ચે જીવી રહ્યા છે. કામગીરીને લઈને પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

- Advertisement -

આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકારી યોજનાઓ મુજબ પાત્ર રહેવાસીઓને પ્લોટ આપવા માટે સર્વેની પ્રક્રિયા ચાલી રહી છે. યોગ્યતા ધરાવનાર લોકોને પ્લોટ ફાળવણી કરવાની કાર્યવાહી સરકારની નીતિ મુજબ થશે. ઉપરાંત, નગર સીમ પ્રોજેક્ટ અંતર્ગત પાણી, ગટર અને રસ્તા સહિતની સુવિધાઓ વિકસાવવા માટે પણ આયોજન હેઠળ કાર્યવાહી ચાલી રહી હોવાનું પંચાયતે જણાવ્યું હતું. સ્થાનિકો આગળ પણ પોતાની માંગણીઓ પુરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular