જામનગર સહિત સમગ્ર રાજ્યમાં પીજીવીસીએલ કર્મચારી સંગઠન દ્વારા વીજ સુધારા બિલ ખાનગી કંપનીઓને વેપારના લાયસન્સ માટે પ્રોત્સાહનરૂપ હોય તથા વીજળીના દરમાં વધારો કરવા તેમજ વીજ ક્ષેત્ર ખાનગી તથા વિદેશી હિતો માટે ખુલ્લુ મુકવામાં આવનાર હોવાથી આ વીજક્ષેત્રના સુધારા માટે ઉત્તરપ્રદેશમાં લેવાયેલા વીજ ખાનગીકરણનો નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવા સ્માર્ટ મીટરોની યોજના પાછી ખેંચવી તથા કરાર આધારિત કર્મચારી રાખવાની પોલિસી બંધ કરવા તથા હાલના કરારી કર્મચારીઓને કાયમી કરવા અને નવી ભરતી કરવા તેમજ જૂની પેન્શન યોજના લાગૂ કરવા માટે ગુરૂવારે પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા લાલ બંગલા તથા જેટકોની કચેરીના પટાંગણમાં સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા.


