રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગના સ્ટાફની સતર્કતાના કારણે ગુમ થયેલ સગીર વયની બાળકીને વિખૂટા પડેલા સ્વજનોને સોંપવામાં આવી હતી.
રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગ ના સ્ટાફ ની સતર્કતાના કારણે ગુમ થયેલી સગીર બાળકી ને છૂટા પડેલા સ્વજનો સાથે મેળવવામાં આવી હતી. વધુ વિગતો આપતાં, રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે, 13 વર્ષની બાળકી બપોરે 13.00 વાગ્યે રાજકોટ સ્ટેશન પર આવેલી ઈન્કવાયરી ઓફિસમાં દિલ્હીની ટિકિટ લેવા માટે આવી હતી. બાળકીની હાલત અને હાવભાવ જોઈ ફરજ પરની જીજ્ઞાબેન હેમલભાઈ ઉપાધ્યાય (રિઝર્વેશન સુપરવાઈઝરરાજકોટ)ને શંકા ગઈ અને તેણે તાત્કાલિક આ બાળકી વિશે ચાઈલ્ડ હેલ્પ લાઈનના સ્ટાફને જાણ કરી હતી. તપાસ દરમિયાન ચાઈલ્ડ હેલ્પલાઈને જાણવા મળ્યું કે બાળકી ઘરેથી એકલી નીકળી ગઈ હતી અને તેના માતા-પિતાને પણ ખબર નહોતી. ચાઈલ્ડ હેલ્પલાઈન સ્ટાફે બાળકીના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ આરપીએફ રાજકોટના સબ ઈન્સ્પેક્ટર નાઝનીન મન્સૂરી અને ચાઈલ્ડલાઈન કોઓર્ડિનેટર નિરાલી રાઠોડ દ્વારા બાળકીને તેના પિતા અને દાદીને સોંપવામાં આવી હતી.
રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને સીનિયર ડીસીએમ અભિનવ જેફે સંબંધિત વાણિજ્ય વિભાગના કર્મચારી ની તકેદારી, સમજણ અને સતર્કતા ની પ્રશંસા કરી હતી.