Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર : વધુ એક લઠ્ઠાકાંડ સર્જાય તે પહેલાં પોલીસની સતર્કતા....

જામનગર : વધુ એક લઠ્ઠાકાંડ સર્જાય તે પહેલાં પોલીસની સતર્કતા….

પોલીસની સરાહનીય કામગીરી : હર્બલ પ્રોડકટના ઓથા હેઠળ આલ્કોહોલિક પ્રોડકટ બનાવવાની ફેકટરી ઝડપાઇ : કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામની સીમમાં આવેલા ખેતરમાં સ્થાનિક પોલીસનો દરોડો : રૂા.3,84,270 ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

- Advertisement -

કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામની સીલોત્રી સીમમાં આવેલા ખેતરમાં હર્બલ પ્રોડકટસના ઓથા હેઠળ સ્વાસ્થ્યની હાનિકારક કેફી પીણાનું ભેળસેળયુકત બનાવતા  સ્થળે પોલીસે રેઈડ દરમિયાન ત્રણ શખ્સોને રૂા.3.84 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ગુજરાતમાં હાલમાં જ સર્જાયેલા લઠાકાંડ બાદ સરકાર અને પોલીસ બન્ને એલર્ટ થઈ ગયા છે તેમાં પણ ખાસ કરીને જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને તેની ટીમ સતર્કતા દાખવી રહી છે. આ સતર્કતામાં જ વધુ એક લઠાકાંડ સર્જાય તે પહેલાં કાલાવડ પોલીસે સરાહનીય કામગીરી કરી હતી. જે કામગીરીની વિગત મુજબ કાલવડ તાલુકાના મછલીવાડ ગામમાં રહેતા દિલીપસિંહ ઉર્ફે બુધાભાઈ સિધ્ધરાજસિંહ જાડેજા નામના શખ્સે લક્ષ્મીપુર ગામની સીલોત્રી સીમમાં આવેલી તેની વાડી કેતન વિનોદ જટણીયા અને ગોપાલ પાલા પરમાર નામના બે શખ્સોને ભાડાપટ્ટે આપી હતી અને આ ખેતીની જમીનમાં ત્રણેય શખ્સોએ હર્બલ પ્રોડકટના ઓથા હેઠળ સ્વાસ્થ્યને હાનિકારક પીણુ વેચાણ કરવાના ઈરાદે ઉત્પાદન કરતા હતાં. જેની બાતમીના આધારે પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે લક્ષ્મીપુરની સીમમાંથી રેઈડ દરમિયાન આ ત્રણેય લાયસન્સ વગર આઈસો પ્રોપાઈલ આલ્કોહોલમાં ભેળસેળ કરી હર્બલ પ્રોડકટસના ઓથા હેઠળ આલ્કોહોલિક પ્રોડકટસ બનાવી વેચાણ કરતા હતાં.

પોલીસે રેઈડ દરમિયાન એક હજારના કિંમતની પ્લાસ્ટિકના ઢાંકણાવાળી 20 ડોલ, સુગંધિત પ્રવાહી ભરેલું પ્લાસ્ટિકનું ટબ, બ્લુ કલરનું પ્લાસ્ટિકનું રંગવિહીન વિશિષ્ટ દુર્ગંધ ધરાવતું પ્રવાહી ભરેલું અડધું બેલર અને 35 લીટરીયા બે કેરબા,  10 લીટરીયા બે કેરબા તથા FRUT BEER LIQUIDઅને  FRUIT BEER POWDER ના  છ હજારની કિંમતના બે મોટા બોકસ, છ હજારની કિંમતના RUM LIQUID  અને RUM POWDER ના બે મોટા બોકસ તથા રૂા.3600 ની કિંમતના MANAMA FRUIT CRUSHES ત્રણ મોટા બોકસ તેમજ રૂા.800 ની કિંમતનો 20 કિલોનો 20 કિલો ખાંડ અને રૂા.1,12,500 ની કિંમતની અજઇંટઅજઇંઅટ 100 ટકા હર્બલની 2250 નંગ બોટલ અને રૂા.10 હજારની કિંમતની અખછઞઝ અજઇંઅટ AMRUT ASHAV AYURVEDIC ARISHTHAની 200 નંગ બોટલ અને રૂા.2,37,500 ની કિંમતનીKALMEGHASAVA ASAVA-ARISHTHA4750 નંગ બોટલ અને  રૂા.2500 ની કિંમતની લેબર વગરની 50 બોટલ તથા બોટલ પર ચોટાડવાના લાલ રંગના સ્ટીકરોના ત્રણ બાધા અને રૂા.2000 ની કિંમતની ઇલેકટ્રીક મોટર અને બોકસ બનાવવાના ખાખી રંગના પુઠાના 28 બાંધા, કાળા કલરની પ્લાસ્ટિકની ઢાંકણા વગરની ખાલી બોટલોના 15 કાર્ટુન, ખાખી કલરના ઢાંકણાઓથી ભરેલા ચાર બોકસ અને રૂા.1800 ની કિંમતના નવ ખાલી બેરલ સહિત રૂા.3,84,270 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

તેમજ રેઈડ દરમિયાન પોલીસે આ મુદ્દામાલ કબ્જે કરી દિલીપસિંહ ઉર્ફે બુધાભાઈ સિધ્ધરાજસિંહ જાડેજા, કેતન વિનોદ જટણીયા અને ગોપાલ પાલા પરમાર નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં અને આ ત્રણેય શખ્સો લાયસન્સ વગરના ઈથાઇલ આલ્કોહોલનો જથ્થો રાખી આઈસો પ્રોપ્રાઈલ આલ્કોહોલ કે જે એક પ્રકારનું ઝેર છે જેનું સેવન કરવાથી માનવ મૃત્યુ થયવાની શકયતા છે તેવો 200 લીટરનો જથ્થો હર્બલ પ્રોડકટરના ઓથા હેઠળ આલ્કોલીક પ્રોડકટનું ઉત્પાદન કરવા માટે ઈથાઇલ આલ્કોહોલ અને આઈસો પ્રોપ્રાઇલ આલ્કોહોલની ભેળસેળ કરી જુદી-જુદી બ્રાન્ડની હર્બલ પ્રોડકટના ઓથા હેઠળ પ્રોડકટો બનાવી તેના ઉ5ર 100% અજઇંટઅજઇંઅટ તથા અખછઞઝ અજઇંઅટ AMRUT ASHAV AYURVEDIC ARISHTHAતથાKALMEGHASAVA ASAVA-ARISHTHAના ખોટા સ્ટીકરો લગાવી અને તેની ઉપર નિશાનીઓ લગાવી તૈયાર પ્રોડકટસનું જુદી જુદી જગ્યાએ વેંચાણ કરી હેરફેર કરતાં હતાં. પોલીસે આ ત્રણેય શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેમની વિરૂધ્ધ આઈપીસી કલમ 120(બી), 308, 272, 273, 276, 406, 482 તથા પ્રોહિબીશનની 65(એ) (બી) (સી) (ડી) (ઇ) (એફ), 81, 83 અને 86 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular