વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં 51 શક્તિપીઠોના પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થઇ ચુક્યો છે. વિશ્વનો સૌથી મોટો લાઇટ એન્ડ સાઉન્ડ શો ગબ્બર પર્વત ખાતે શરૂ થશે, જે સમગ્ર પર્વતને પ્રકાશિત કરશે. આ ભવ્ય શોની પ્રથમ ઝલક જોવા જેવી છે. આ લાઇટ એન્ડ સાઉન્ડ શો 14 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં હિન્દુ પૌરાણિક કથાઓની ઝાંખી અનોખી રીતે રજૂ કરવામાં આવી છે.
અંબાજી ગબ્બર પર્વત પર વિશ્વના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શો નો નજારો #Ambaji #gabbarparvat #lightshow #Video #Khabargujarat pic.twitter.com/2vlTKV2E1N
— Khabar Gujarat (@khabargujarat) April 9, 2022
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજીમાં 51 શક્તિપીઠની પ્રતિકૃતિઓના નિર્માણની શરૂઆત કરી હતી. આ સાથે જ મંદિરના શિખર અને કલશને સોનાના બનાવવાનું કામ પણ શરૂ થયું અને હવે ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ તેમાં જોડાઈ રહ્યો છે.
જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે પણ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 8થી 10 એપ્રિલના 51 શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌથી મોટા લાઈટ શોનું લોકાર્પણ કર્યું હતું.