Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયVIDEO : ગુવાહાટી જઈ રહેલ ટ્રેન પાટા પરથી ઉતરી, 3ના મોત

VIDEO : ગુવાહાટી જઈ રહેલ ટ્રેન પાટા પરથી ઉતરી, 3ના મોત

4 ડબ્બા પલટી મારી જતા અનેક લોકો ફસાયા : પ્રધાનમંત્રીએ મમતા બેનર્જી સાથે વાત કરી

- Advertisement -

આજે રોજ પશ્ચિમ બંગાળમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. જેમાં બિકાનેરથી ગુવાહટી જઇ રહેલ બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ જલપાઈગુડીના ડોમોહાનીમાં પાટા પરથી ઉતરી જતા 4-5 ડબ્બા ખરી પડ્યા છે. ગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.4 ડબ્બા પલટી મારી જતા 3 લોકોના મૃત્યુ થયા છે. અને અત્યારે અનેક લોકો ફસાયા છે. જેમાંથી એક ડબ્બો પાણીમાં પડ્યો છે. અને ફસાયેલા યાત્રિકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનાનો વિડીઓ પણ સામે આવ્યો છે.

- Advertisement -

દુર્ઘટના બાદ નરેન્દ્ર મોદીએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી છે. બીકાનેર એક્સપ્રેસ મંગળવારે રાત્રે રાજસ્થાનના બીકાનેરથી રવાના થઈ હતી. ગુરુવારે સવારે 5.44 વાગ્યે ટ્રેન પટના રેલવે સ્ટેશનથી નીકળી હતી અને આજે બપોરના સમયે ગુવાહાટી માટે રવાના થઈ હતી. ભારતીય રેલવેએ હેલ્પલાઈન નંબર 8134054999 જાહેર કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular