Wednesday, January 15, 2025
HomeવિડિઓViral Videoવાઘે મહિન્દ્રાની ગાડીને જડબા વડે પાછળ ખેંચી લીધી, આનંદ મહિન્દ્રાએ શેર કરેલો...

વાઘે મહિન્દ્રાની ગાડીને જડબા વડે પાછળ ખેંચી લીધી, આનંદ મહિન્દ્રાએ શેર કરેલો આ VIDEO જુઓ

- Advertisement -

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં એક વાઘ મહિન્દ્રાની એક ગાડીના પાછળના બમ્પરને તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આટલું જ નહીં તેણે કારને થોડે દુર સુધી ખેંચી પણ લીધી હતી. આ વીડિયોને શેર કરતાં મહિન્દ્રાએ મજાકમાં પોતાના કેપ્શનમાં લખ્યું કે ટાઈગર જાણે છે કે મહિન્દ્રા કંપનીના વાહનો ડીલીશિયસ હોય છે.

- Advertisement -

આ વીડિયો લગભગ દોઢ મિનિટનો છે અને આ વીડિયોમાં બંગાળ ટાઈગર મહિન્દ્રા ઝાયલોનું પાછળનું બમ્પર પકડીને કારને તેની તરફ ખેંચી રહ્યો છે. એટલું જ નહીં, તે મહિન્દ્રા ઝાયલોને ઘણી જગ્યાએ નુકશાન કરવાનો પ્રયાસ પણ કરે છે. કારમાં કેટલાક લોકો પણ સવાર હતા.

- Advertisement -

આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું, ‘ઉટીથી મૈસૂર જવાના રસ્તા પર થેપ્પકાડુ પાસે આ દ્રશ્ય જોવા મળ્યું. વીડિયોમાં વાઘ જે કારને ખેંચી રહ્યો છે તે મહિન્દ્રા ઝાયલો છે. તેથી હું માનું છું કે મને આશ્ચર્ય નથી કે તે તેને ચાવે છે. કદાચ મારી જેમ તે પણ માને છે કે મહિન્દ્રા કાર ડીલીશિયસ હોય છે.

 

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular