ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અંગૂઠાની ઈજાથી સાજા થઈ ગયા છે. તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. અને હાલ તે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાલી રહેલી સીરીઝમાં નથી રમી રહ્યો. ક્રિકેટના મેદાનથી દુર હાલ રવીન્દ્ર જાડેજા જંગલોમાં ફરી રહ્યા છે. તેણે આજે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વિડીઓ શેર કર્યો છે. અને તેમાં તેની ગાડીની સામે અચાનક વાઘ આવી જાય છે.
રવીન્દ્ર જાડેજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીઓ અપલોડ કર્યો છે જેમાં લખ્યું છે કે તે મારા જલ્દી સ્વસ્થ થવાની કામના માટે નીકળ્યો છે. વિડીઓમાં જોઈ શકાય છે કે વાઘ થોડીક વાર રસ્તામાં ઉભો રહ્યા બાદ પાછો જંગલમાં ચાલ્યો જાય છે. રવીન્દ્ર જાડેજા કયા જંગલમાં છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે હાલ રવીન્દ્ર જાડેજા ઇન્ટરનેશનલ ક્રિકેટથી દુર છે. તે છેલ્લી વખત ઓસ્ટ્રેલીયાની સામે ત્રીજા ટેસ્ટમાં છેલ્લી વખત રમ્યા હતા. સીડનીમાં રમાઈ રહેલ આ મેચ ડ્રો થયી હતી. જેમાં જાડેજાએ 28 રન કર્યા હતા. રવીન્દ્ર જાડેજાના જાનવરો પ્રત્યે ઘણો લગાવ છે. અને તેની પાસે ત્રણ ઘોડા પણ છે. તે અનેક વખત પોતાના ઘોડા સાથેના ફોટા અપલોડ કરી ચુક્યો છે.