Saturday, March 29, 2025
HomeવિડિઓViral Video‘ચા’ ના રસીકોને ગમે તેવું : નાના બાળકો એ મળીને ચા બનાવી....VIDEO

‘ચા’ ના રસીકોને ગમે તેવું : નાના બાળકો એ મળીને ચા બનાવી….VIDEO

ચા પ્રેમી લોકોને મજા પડી જાય તેવો એક બાળકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે જેને લાખો લોકોએ પસંદ કરીને તેના પર રમુજી કમેન્ટ પણ કરી છે.

આજના આધુનિક યુગમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. અભ્યાસ સિવાયની ઈત્તર પ્રવૃત્તિઓ દ્વારા તેમનું નોલેજ વધારવામાં આવી રહ્યું છે ત્યારે ચા પ્રેમી લોકોને મજા પડી જાય તેવો એક બાળકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે જેને લાખો લોકોએ પસંદ કરીને તેના પર રમુજી કમેન્ટ પણ કરી છે.

- Advertisement -

સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર @anil_choudhary_17_12 નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં બાળકો મેદાનમાં માટીના વાસણમાં ચા બનાવતા જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે, જુથમાંથી એક બાળક તેમનો નેતા છે એટલે કે તે ઈન્સ્ટ્રકશન આપી રહ્યો છે અને બીજા બાળકોને ચા બનાવતા શિખવી પણ રહ્યો છે એક પછી એક ચા બનાવવાની પ્રોસેસને ખૂબ સુંદર રીતે વર્ણવી રહ્યો છે તો વળી ચા માં તમામ જરૂરી ઘટકો ઉમેર્યા બાદ ચા ને ઉકાળીને તેની સુગંધ પણ લઇ રહ્યા છે.

- Advertisement -

ચા તો જાણે બાળકો બનાવી રહ્યા હતાં પરંતુ તેની સુગંધ ચા ના રસીકોને તાજગીથી ભરપુર બનાવી રહી હતી. તેમ લોકોએ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. આજના સમયમાં પુસ્તકીયુ જ્ઞાન પુરતુ નથી આજ કારણ છે કે શાળાઓ બાળકોને ઘણી બધી ઈત્તર પ્રવૃત્તિઓને પ્રોજેકટસના નામે એટલે કે ભણતરની સાથે ગણતર પણ આપી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular