Tuesday, December 3, 2024
Homeરાજ્યજામનગરજામનગરના વામ્બે આવાસ નજીક લુખ્ખાતત્વની દાદાગીરીના વીડિયો વાયરલ - VIDEO

જામનગરના વામ્બે આવાસ નજીક લુખ્ખાતત્વની દાદાગીરીના વીડિયો વાયરલ – VIDEO

- Advertisement -

જામનગર શહેરના વામ્બે આવાસ પાસે દુકાનદાર દ્વારા બાકી રૂપિયાની માંગણી કરાતા લુખ્ખા તત્વએ દુકાનદારને લમધાર્યાની ઘટનાથી આ વિસ્તારના દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને પોલીસે દુકાનદાર પર કરાયેલા હુમલાના સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના વામ્બે આવાસ વિસ્તારમાં પાનના દુકાનદાર ધર્મેશ રાઠોડ નામના યુવકે બાકી રહેતાં રૂપિયાની માંગણી કરતા લુખ્ખા તત્વએ દુકાનદારને લમધાર્યો હતો. અને પૈસાની માંગણીના પ્રશ્ને માર મરાતા આ વિસ્તારના દુકાનદારોમાં લુખ્ખા તત્વના આતંકથી ફફડાટ ફેલાઈ ગયો હતો. હુમલાનો ભોગ બનનાર દુકાનદાર દ્વારા પોલીસને લેખિતમાં અરજી કરી લુખ્ખા તત્વના આતંક સામે કડક પગલાં લેવા માંગણી કરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular