Tuesday, December 24, 2024
HomeવિડિઓViral Videoબાઈક ટો કરી જતા પોલીસ અને યુવક વચ્ચે મારામારીનો VIDEO વાયરલ

બાઈક ટો કરી જતા પોલીસ અને યુવક વચ્ચે મારામારીનો VIDEO વાયરલ

- Advertisement -

સુરતમાં પોલીસ અને વાહનચાલક વચ્ચે મારામારી થઈ છે. ટ્રાફિક પોલીસે યુવકની બાઈક ટોઈંગ કરતા શખ્સે હોબાળો મચાવ્યો હતો એટલું જ નહી ઝપાઝપી પણ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. તેમજ પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

સુરત રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકમાં અડચણ રૂપ બાઈકને ટો કરવા બાબતે વાહનચાલક અને પોલીસ વચ્ચે માથાકૂટ થઇ હતી. સ્મીમેર હોસ્પિટલના ક્વાટર્સમાં રહેતા રજનીકાંત સકસેના સલાબતપુરા કમેલા દરવાજા કામ અર્થે ગયા હતા અને તેઓએ નો પાર્કિંગમાં પોતાનું બાઈક પાર્ક કરતા ટ્રાફિક પોલીસ દ્વારા બાઈક ટો કરવામાં આવી હતી અને પોલીસ સાથે માથામારી કરી હતી. આ શખ્સની પોલીસ સાથે મારામારી કરવાના કેસમાં અટકાયત કરાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular