Monday, January 12, 2026
Homeરાજ્યગુજરાતVIDEO :કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી, તેમ કહી બ્રીજ પરથી નોટો ઉડાવી...

VIDEO :કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી, તેમ કહી બ્રીજ પરથી નોટો ઉડાવી આધેડનો આત્મહત્યાનો પ્રયાસ

કોરોનાની મહામારીમાં લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ઘણા લોકો આર્થીક રીતે પડી ભાંગ્યા છે તો ઘણા લોકો માનસિક રીતે. કોરોનાની મહામારીમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે ભરૂચના અંકલેશ્વરમાં એક યુવકે માનસિક તણાવમાં આવી ગયો હતો અને તેણે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જોકે લોકોએ તેનો જીવ બચાવી લીધો છે. આ ઘટનાનો વિડીઓ પણ સામે આવ્યો છે.

- Advertisement -

વિડીઓમાં જોઈ શકાય છે કે એક આધેડ વયનો વ્યક્તિ બ્રિજની રેલિંગ કૂદીને એક પાળી પર ઊભો છે. આ સમયે નીચે પણ લોકો જોવા મળી રહ્યા છે. બેથી ત્રણ વ્યક્તિઓએ વૃદ્ધને પકડી રાખ્યા છે. આ દરમિયાન વૃદ્ધ ‘કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી તેમ કહી તેના હાથમાં રહેલી એક થેલીમાંથી નોટો ઊડાવી રહ્યા છે. પરંતુ બ્રીજ ઉપર ઉભેલા લોકોએ તેમને આત્મહત્યા કરતા બચાવી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular