ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે અનેક જીલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાના અનેક તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. યાત્રાધામ અંબાજીમાં આજે બપોર બાદ ભારે પવન અને વિજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. જેના પરિણામે બજારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા.
અંબાજીમાં ભારે વરસાદથી બજારોમાં નદીના વહેણ જોવા મળ્યા હતા. તો અંબાજી હાઈવે પાણીમાં ગરકાવ થતા અનેક વાહનો અટવાયા છે. લાંબા સમય બાદ અંબાજી ઉપરાંત આજે અમદાવાદ, સુરત સહીત રાજ્યના 65 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેના પરિણામે લોકો તથા ખેડૂતો ખુશખુશાલ થયા છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
હવામાન વિભાગ દ્વારા પણ 8સપ્ટેમ્બરથી 5દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.