દાહોદ શહેરમાં બાઈક પર જઇ રહેલ પરિવારનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. પરંતુ પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. દાહોદમાં પ્રવેશ દ્વાર પાસે સ્માર્ટ સીટીના બોર્ડની સામે આવેલા રસ્તા પાસે એક પરિવાર બાઈક લઈને જઇ રહ્યો હતો. પરંતુ રોડ પર ખાડા પડી ગયા હોય અને વરસાદી પાણીનો ભરાવો થયો હોવાથી ખાડો ન દેખાતા ચાલકે બાઇકનું સંતુલન ગુમાવ્યું હતું. અને બાઈક પડી જતા એક સામેથી આવી રહેલ ટ્રેક્ટરનું ટાયર બાઈકચાલક યુવકના માથા પર ફરી વળ્યું હતું. પરંતુ બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો.અને તેની પત્ની અને બાળકોનો પણ બચાવ થયો છે. આ સમગ્ર ઘટનાનો વિડીઓ સામે આવ્યો છે.
આ વિડીઓ વિચલિત કરનાર જરૂર છે.બાઇક ચલાવનાર વ્યક્તિ ટ્રેક્ટરની ટ્રોલીના પૈંડાની નીચે આવી ગયો હતો, પરંતુ માથે હેલ્મેટ પહેરી રાખેલું હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો.