કાલાવડ નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના કોંગી સદસ્ય નું અવસાન થતા કાલાવડ શહેર માં ગત તા. 28 નવેમ્બર ના દિવસે પેટા ચુંટણી યોજાઈ હતી.
વોર્ડ નંબર 3 માં કુલ 3502 મતદારો છે. જેમાં પેટા ચુંટણીમાં 66.76 ટકા મતદાન થયુ હતું. પેટા ચુંટણી માં ભાજપ અને કોગ્રેસ વચ્ચે થયેલા સીધા મુકાબલામાં ભાજપ ના ઉમેદવાર પરેશ કાછડિયા નો 12 મતે વિજય થયો હતો. ભાજપ ના ઉમેદવારને 1151 મત મળ્યા હતા જયારે કોંગ્રેસ ના ઉમેદવાર અબ્દુલ સમાં ને 1139 મત મળતા ભાજપ ના ઉમેદવાર નો 12 મતે વિજય થયો હતો. અગાઉ આ બેઠક કોંગ્રેસના કબજા માં હતી. હાલ નગરપાલિકા 28 સભ્ય માં ભાજપના 19 અને કોંગ્રેસના 9 થયા છે. અગાઉ કોંગ્રેસ પાસે 10 હતા તેમાંથી 1 બેઠક હારતા કુલ 9 કોંગ્રેસ ના સભ્ય રહ્યા. જીતેલા ઉમેદવાર પરેશ કાછડિયાએ વૉડ નંબર 3 ના મતદારોનો આભાર માન્યો અને કુંભનાથપરા વિસ્તારોમાં વિકાસ ના કામ જોશ ભેર થશે તેવી મતદારોને ખાતરી આપી હતી.