દેશભરમાં કર્મચારીઓ દ્વારા નવી પેન્શન નીતિનો વિરોધ થઇ રહ્યો છે અને જુની પેન્શન નીતિ લાગુ કરવા માગણી કરવામાં આવી રહી છે. ત્યારે સંયુક્ત સંઘર્ષ સમિતિ-રાજકોટ, વેસ્ટર્ન રેલવે એમ્પ્લયોઇઝ યુનિયન-રાજકોટ ડિવિઝનના નેજા હેઠળ રાજકોટ ખાતે નવી પેન્શન નીતિના વિરોધમાં ધરણા યોજાયા છે અને જુની પેન્શન નીતિ ફરી લાગુ કરવા માગણી કરવામાં આવી રહી છે. જેમાં આજરોજ જામનગર બ્રાન્ચના ભાવિનભાઇ ઓઝા, ચંદ્રેશભાઇ ભટ્ટી, રવિભાઇ દવે, પરેશભાઇ ગઢેચા, શ્યામભાઇ, હરેશભાઇ ભાયાણી, હેમતસિંહ ગોહિલ, એચ.આર. ધોળકીયા, આર.બી. બારડ, હર્ષદભાઇ ત્રિવેદી સહિતના હોદ્ેદારો-કાર્યકરો તેમજ નિવૃત્ત કર્મચારીઓ પણ આ ધરણામાં જોડાયા હતાં.