Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયાના વીજચોરી કેસમાં ઐતિહાસિક ચુકાદો

ખંભાળિયાના વીજચોરી કેસમાં ઐતિહાસિક ચુકાદો

ત્રણ વર્ષની સજા અને ત્રણ ગણો દંડ

- Advertisement -

ખંભાળિયાના હાઈ-વે માર્ગ પર આવેલી એક હોટેલમાં વીજચેકીંગ દરમિયાન પાવર ચોરી ખુલવા પામી હતી. જે સંદર્ભે ખંભાળિયાની અદાલતે આરોપીને ત્રણ વર્ષની કેદ તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર આવેલા હંજરાપર ગામના પાટીયા પાસે વરવાળા હોટલમાં પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ગત તારીખ 30 મી જાન્યુઆરી’ 2020 ના રોજ વીજ ચેકિંગ કરવામાં આવતા આ હોટલના કબજેદાર રત્નાભાઈ ઉર્ફે કાળુભાઈ સુરાભાઈ નાગેશ (રહે. દાત્રાણા) દ્વારા વીજચોરી કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું હતું. જે સંદર્ભે ખંભાળિયા પીજીવીસીએલ કચેરીના વડત્રા પેટા વિભાગ દ્વારા રત્નાભાઈ સુરાભાઈ રબારીને વીજચોરી સંદર્ભે રૂા. 1,87,274 નું બિલ તેમજ નોટિસ આપવા છતાં ઉપયોગ આસામીએ વીજચોરીની રકમ નિયત સમયમાં વિદ્યુત બોર્ડમાં જમા કરાવી ન હતી.

આ પ્રકરણમાં તેની સામે વીજચોરી સંદર્ભે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસ ખંભાળિયાની અદાલતમાં ચાલી જતા અહીંના જાણીતા સરકારી વકીલ કમલેશકુમાર સી. દવે દ્વારા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવાઓ તથા દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે અઢી વર્ષ પૂર્વેના આ કેસમાં આરોપીને ત્રણ વર્ષની સજા તથા વીજચોરી સંબંધે આપવામાં આવેલા બિલની ત્રણ ગણી રકમનો દંડ ભરવા હુકમ કર્યો છે.

- Advertisement -

જિલ્લામાં વીજ ચોરી સંદર્ભે સંભવિત રીતે આ પ્રથમ વખત કડક સજાના ઐતિહાસિક ચુકાદાથી વીજચોરી કરતા તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular