Wednesday, January 15, 2025
HomeવિડિઓViral Videoહિમાચલ પ્રદેશમાં બરફ પડતા વાહનોએ કંટ્રોલ ગુમાવ્યો - VIDEO

હિમાચલ પ્રદેશમાં બરફ પડતા વાહનોએ કંટ્રોલ ગુમાવ્યો – VIDEO

બરફમાં સ્લીપ થઈ રહ્યા છે વાહનો

- Advertisement -

છેલ્લાં ત્રણ દિવસથી હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષા થઈ રહી છે જેની અસર સમગ્ર ભારતમાં થઈ રહી છે. સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાં ઠંડી પ્રસરી રહી છે. ત્યારે હિમાચલમાં બરફ વર્ષાને કારણે વાહનો પોતાનો કંટ્રોલ ગુમાવીને માર્ગો પર સ્લીપ થઈ રહી છે.

- Advertisement -

મનાલીમાં સોમવારે મોસમની પહેલી બરફ વર્ષા થઈ ત્યારે આ હિમાચલ પ્રદેશનું લોકપ્રિય ટુરીસ્ટ સ્પોટ વંડરલંડમાં બદલાઈ ગયું હતું. ત્યારે બરફ વર્ષાનું એક ખરાબ પાસુ પણ જોા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે માલીના રોડ પર બરફના કારણે ગાડીઓ આઉટ ઓફ કંટ્રોલ થઈ રહી છે.

- Advertisement -

જ્યારે એક કાર તો ખીણમાં પડતા પડતા બચી ગઈ હતી અને કોઇ જ જાનહાની થઈ ન હતી. સોશિયલ મીડિયા પરથી એક વીડિયો શેર કરાયો છે. જેમાં બરફના વર્ષાના કારણે આઉટ ઓફ કંટ્રોલ કાર જોઇ શકાય છે. રાજ્ય આપાતકાલિન પરિચાલન કેન્દ્ર અનુસાર હિમાચલમાં મનાલીના શેહતાંગ પાસે અટાર લેહ નેશનલ હાઈવે-3 સહિત 87 માર્ગો બંધ કરાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular