યાત્રાધામ દ્વારકાના પ્રાચીન અને અતિ પવિત્ર શ્રી દ્વારકાધીશ મંદિરમાં ભોગ ભંડારના નવ નિર્માણ નિમિત્તે ધાર્મિક વિધિઓ સાથે વિશેષ વાસ્તુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશના દૈનિક ભોગ પ્રસાદ તથા વિવિધ તહેવારો દરમિયાન થનારા વિશાળ ભોગની વ્યવસ્થા માટે ભોગ ભંડારનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.
View this post on Instagram
આ પ્રસંગે પુજારી પરિવાર તથા મંદિરના સેવકગણની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર, હવન, પૂજન અને કલશસ્થાપન વિધિ સંપન્ન થઈ. વેદિક પરંપરા મુજબ કરાયેલા આ યજ્ઞમાં દેવસ્થાનની શાંતિ, સમૃદ્ધિ અને ભક્તજનોને અખંડ સેવા મળી રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી.
સ્થાનિક ભક્તો આ ધાર્મિક વિધિમાં ભાગ લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ભોગ ભંડારના નવનિર્માણથી મંદિરની સેવાઓ વધુ સુવ્યવસ્થિત બનશે તથા ભોગ સામગ્રીના સંગ્રહ અને સંભાળમાં સુવિધા મળશે.


