Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરદ્વારકા જિલ્લામાં લમ્પિ વાયરસને અનુલક્ષીને પશુઓ અંગે વિવિધ પ્રતિબંધ મુકાયા

દ્વારકા જિલ્લામાં લમ્પિ વાયરસને અનુલક્ષીને પશુઓ અંગે વિવિધ પ્રતિબંધ મુકાયા

LSD ને અટકાવવા જીવંત પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ : જાહેરનામું

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધતા જતા પશુઓના ચેપીરોગ લમ્પી વાયરસના કારણે જિલ્લાની હદની અંદર અથવા બહાર અન્ય સ્થળોએ જીવંત પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને આવા પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

- Advertisement -

સરકારના નોટીફીકેશનથી તેમજ ભારત સરકારના એનિમલ કમિશનર દ્વારા લમ્પી સ્કીન ડીસીઝ પશુ માટેના એક અનુસુચિત રોગના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાને નિયંત્રિત વિસ્તાર તરીકે એનિમલ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ઇન્ફેકશિયસ એન્ડ ક્ધટેજીસ ડીસીઝ ઇન એનિમલ્સ એક્ટ હેઠળ તાત્કાલિક અસરથી નિયંત્રિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લમ્પી સ્કિન ડીસીઝ (ગઠાદાર ચામડીના રોગ) ને અટકાવવા અને તેને નિયંત્રિત કરી શકાય તે માટે પશુને જ્યાં રાખવામાં આવ્યા હોય, ત્યાંથી અત્રેના જિલ્લાની હદની અંદર અથવા બહાર અન્ય સ્થળોએ તેમની અવર-જવર પર તેમજ અત્રેના જિલ્લામાં જીવંત પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને આવા પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ મુક્વામાં આવ્યો છે. આ જાહેરનામું તા. 15 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ વિરૂધ્ધ એનિમલ પ્રિવેન્શન એન્ડ કેટ્રોલ ઓફ ઇન્ફેકશિયસ એન્ડ ક્ધટેજીસ ડીસીઝ ઇન એનિમલ્સ એક્ટની જોગવાઇઓ તથા ભારતના ફોજદારી અધિનિયમ અન્વયે કાનૂની કાર્યવાહી થશે તેમ વધુમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular