Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગર5 નવતનપુરી ધામના આચાર્ય 108 કૃષ્ણમણિ મહારાજના જન્મદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો

5 નવતનપુરી ધામના આચાર્ય 108 કૃષ્ણમણિ મહારાજના જન્મદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો

- Advertisement -

જામનગર શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ધાર્મિક પ્રવૃત્તિઓની સાથોસાથ શિક્ષણ, સમાજ સેવા, નિદાન કેમ્પો, સંસ્કાર સિંચનના કાર્યક્રમો જેવી અનેક વિધ લોક કલ્યાણકારી કામગીરી કરે છે. આ સંસ્થાના ગાદીપતિ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણિજી મહારાજનો 58 મો જન્મદિન તા.1લી, જાન્યુઆરી 2022ના રોજ પ્રણામી ધર્મના અનુયાયી સુંદર સાથ દ્વારા કોરોના ગાઈડલાઇન મુજબ ઉજવવાનું નક્કી કરાયું છે.
તારીખ 1, જાન્યુઆરીના રોજ સવારે 8:00 થી 11:00 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ વંદના, વાણી ગાયન, જન્મદિનની વધાઈ અને ભારત ભરમાંથી પધારેલા સંતો, વરિષ્ઠ અનુયાયીઓ, વરિષ્ઠ કર્મચારી અને ટ્રસ્ટી મંદિર તરફથી શુભકામના પ્રદાન કરવા જેવાં વિવિધ કાર્યક્રમો રહેશે. આચાર્યનો જન્મદિન ભારતીય સંસ્કૃતિના અનુરૂપ પૂર્ણભક્તિભાવ અને સમાદર પૂર્વક દેશ-વિદેશથી પધારેલા સુંદરસાથજીની ઉપસ્થિતિમાં ઊજવવામાં આવશે. પૂજ્યપાદ આચાર્યના આશીર્વચનથી કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.

- Advertisement -

તા.31 ડિસેમ્બરના હેલ્થ કેમ્પ : સવારે 9:00 થી 12:30 હેલ્થ કેમ્પ, આયોજન કરવામાં આવ્યું છે. શરીરમાં થતાં વિવિધ દુ:ખાવાઓ, ગરદન, ફ્રોજન સોલ્ડર, કમર દર્દ, ગોઠણના દુ:ખાવા તેમજ શરીરમાં થતાં સાંધા-સ્નાયુના દુ:ખાવાના કારણોની જાણકારી અને ઈલાજ કરવામાં આવશે. આલયમ રિહીબકેર (અમદાવાદ)ના ડો. દીપેન પટેલ અને તેની ટીમ હેલ્થ કેમ્પમાં સેવા આપશે.

તા. 01 જાન્યુઆરીના સવારે 9 થી 1 દરમિયાન રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તજનોને રકતદાન કરી ઉજવણી સાર્થક કરવા તથા વધુ વિગત માટે કનકભાઇ વ્યાસ મેનેજર પ નવતનપુરી ધામ ખીજડા મંદિર ટ્રસ્ટ મો. 93751 18325નો સંપર્ક કરવા યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular