23 માર્ચના રોજ અંગ્રેજ હકુમતે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની ફાંસીના ફંદા પર ચઢાવી દીધા હતા. આજે 23 માર્ચ શહિદ દિવસ નિમિત્તે જામનગરમાં હવાઇચોક ખાતે શહિદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરી વંદના કરાઇ હતી. જામનગર કોંગ્રેસ ઉપરાંત શીખ સમુદાય તેમજ ભાજપ અગ્રણી દ્વારા પણ શહિદ ભગતસિંહ પ્રતિમાને ફુલહાર કરાયા હતા. ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા), ડૉ. તૌસિફખાન પઠાન, એ.કે. મહેતા, ભરત વાળા સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા ફુલહાર કર્યા હતા. આ ઉપરાંત શીખ સમુદાય દ્વારા પણ શહિદ ભગતસિંહની વંદના કરાઇ હતી તેમજ મનિષભાઇ કનખરા પણ ઉપસ્થિત રહી ફુલહાર કરી શહિદ ભગતસિંહની વંદના કરી હતી.