Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમોટી હવેલી ખાતે પૂ.વલ્લભરાયજીના જન્મદિવસની ઉજવણી

મોટી હવેલી ખાતે પૂ.વલ્લભરાયજીના જન્મદિવસની ઉજવણી

- Advertisement -

જામનગર વૈષ્ણવ સંપ્રદાયના તેમજ મોટી હવેલીના પૂ.વલ્લભરાયજી મહોદયના આજે કારતક વદ 12ના જન્મદિવસ નિમિતે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ભકતજનો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

Vallabhrayji's

છોટીકાશી તરીકે પ્રખ્યાત જામનગરમાં વૈષ્ણવ સંપ્રદાયના તેમજ મોટી હવેલીના પૂ.વલ્લભરાયજી મહોદયનો આજે કારતક વદ 12ના રોજ જન્મદિવસ હોવાથી હવેલી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. મોટી હવેલી જામનગરના પ.પૂ.ગો.શ્રી108 હરીરાયજી મહારાજના જયેષ્ઠ પુત્ર વલ્લભરાયજીના આજે 46મા જન્મદિવસ નિમિતે મોટી હવેલી ખાતે બપોરે માર્કન્ડેય પૂજા વીધિ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતાં અને આર્શીવાદ મેળવ્યા હતા. પૂજય વલ્લભરાયજી મહોદયનું ગૌ શાળા અને સંપ્રદાયની સ્કૂલ બનાવામાં મહોત્વનું યોગદાન છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular