Sunday, March 30, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ગુરૂદ્વારામાં વૈશાખી પર્વની શાનદાર ઉજવણી - VIDEO

જામનગરમાં ગુરૂદ્વારામાં વૈશાખી પર્વની શાનદાર ઉજવણી – VIDEO

જામનગરમાં ગુરુદ્વારા ખાતે વૈશાખી પર્વની 325મી શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શીખ, સિંધી સમાજના ભાઈઓ-બહેનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાયા હતા.

- Advertisement -

VIDEO

- Advertisement -

જામનગરના ગુરુદ્વારા ગુરુસિંઘસભામાં વૈશાખી પર્વની હર્ષો-ઉલ્લાસથી મનાવવામાં આવે છે. આજે ગુરુદ્વારા ખાતે સવારે 10:30 વાગ્યે સેજપાઠ સાહેબની સમાપ્તિ અને ત્યારબાદ રાજસ્થાનના ગંગાનગરના પ્રખ્યાત જ્ઞાની દિલીપસિંઘ દ્વારા ભક્તો માટે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શબ્દ કીર્તનનું આયોજન કરવામાંઆવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ગુરુગ્રથ સાહેબને પ્રાર્થના કરી માથા ટેકી ને ધન્ય થયા હતા.

પંજાબના આનંદપુર સાહેબ દ્વારા આજના દિવસે ખાલસા પંથની સ્થાપના થઇ હતી અને આજે વૈશાખીના દિવસથી પંજાબના ખેડૂત પોતાના ખેતરોમાં (ગેહુની ફસલ કાપવામાં) ઘઉં લણવાની શરૂઆત કરવામાંઆવે છે અને ખેડૂત ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે, દેશના ખેડૂતનું આ વર્ષ ખુબ  સારું જાય, વૈશાખી પર્વમાં ગુરુદ્વારામાં શબ્દ કીર્તન અને કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ ‘ગુરુકા લંગર’ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં હજોરોની સંખ્યામાં લોકોએ દર્શન કર્યા હતા. ત્યારે જામનગરમાં પણ આ પર્વ પર ગુરુદ્વારા ખાતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular