Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતવડોદરાનું વારસીયા પોલીસ સ્ટેશન શ્રેષ્ઠતામાં દેશમાં 7માં નંબરે

વડોદરાનું વારસીયા પોલીસ સ્ટેશન શ્રેષ્ઠતામાં દેશમાં 7માં નંબરે

ગુજરાતના અન્ય કોઇ પોલીસ મથકને સ્થાન ન મળ્યું: ડીજીપી આશિષ ભાટિયા, પોલીસ કમિશનર શમશેરસિંઘ સહિતનાએ પાઠવ્યા અભિનંદન

- Advertisement -

તાજેતરમાં જ દિલ્હી ખાતે વાર્ષિક ડીજીપી-આઈજીપી કોન્ફરન્સ મળી હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે બેસ્ટ પોલીસ મથકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દેશના ટોપ-10 પોલીસ મથકમાં વડોદરાના વારસીયા પોલીસ મથકને સાતમો ક્રમ પ્રાપ્ત થયો છે. આ સિવાય રાજ્યનુંએક પણ પોલીસ મથક નંબર મેળવી શક્યું નથી.

- Advertisement -

ગૃહ મંત્રાલય દ્વારા આ કોન્ફરન્સ દરમિયાન દર વર્ષે ઉત્કૃષ્ટ કામગીરી જેવી કે પોલીસ સ્ટેશનોની સ્વચ્છતા, સુઘડતા, શિસ્ત-વર્તણુંક, રેકર્ડ જાળવણી, વહીવટી કામગીરી, તપાસ અંગેની કામગીરી, ગુનાઓનું ડિટેક્શન, ગુનાઓનું પ્રિવેન્શન, કાયદો-વ્યવસ્થાની જાળવણી, ડેટા ડિઝિટલાઈઝેશનની કામગીરી, અન્ય એજન્સીઓ સાથે સંકલન તેમજ પ્રજા સાથે સહયોગ અને સંવાદ તેમજ અન્ય કોઈ પ્રકારની કામગીરી વગેરે કામગીરી કરવા બદલ ગ્રેડિંગ માટેના પેરામીટર નક્કી કરી તેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમગ્ર દેશના કુલ 10 પોલીસ મથકોને બેસ્ટ પોલીસ સ્ટેશન તરીકે પસંદ કરવામાં આવે છે.

આ અંતર્ગત પોલીસ સ્ટેશનના ગ્રેડિંગ પેરામીટરની કામગીરી આધારે વર્ષ 2022ના કુલ 10 પોલીસ સ્ટેશનોને શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં દેશના હજારો પોલીસ મથકો પૈકી ગુજરાતના વડોદરાના વારસીયા પોલીસ મથકે સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે સાતમો ક્રમ હાંસલ કર્યો છે. આમ ગુજરાત પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે જે બદલ રાજ્ય પોલીસના ગર્વમાં વધારો થવા પામ્યો છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનિય છે કે, વારસીયા પોલીસ મથકમાં પીઆઈ તરીકે કે.એન.લાઠિયા કાર્યરત છે ત્યારે તેમની આગેવાનીમાં સમગ્ર સ્ટાફે સુદૃઢ કામગીરી કરી બતાવી છે જેની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular