Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયડિસેમ્બર સુધીમાં દેશના તમામ નાગરિકોને વેક્સિન: જાવડેકર

ડિસેમ્બર સુધીમાં દેશના તમામ નાગરિકોને વેક્સિન: જાવડેકર

- Advertisement -

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે, દેશમાં દરેક વ્યક્તિને આ વર્ષના અંત સુધી કોરોના વાયરસની રસી લાગી જશે. તેમણે રાહુલ ગાંધીના તે નિવેદનના જવાબમાં આ વાત કરી, જેમાં તેમણે કહ્યું હતું કે દેશની 130 કરોડની વસ્તીમાંથી અત્યાર સુધી 3 ટકા લોકોને જ કોરોનાની રસીના બન્ને ડોઝ લાગી શક્યાં છે. જાવડેકરે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે, તેમણે કોંગ્રેસ શાસિત રાજ્યો તરફ જોવું જોઇએ, જ્યાં રસીકરણમાં ખામીઓ છે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ભારતમાં 2021ના અંત સુધી તમામ લોકોને રસી અપાઇ જશે. તેમણે કહ્યું કે, જો રાહુલ ગાંધીને કોરોના વેક્સિનની ચિંતા છે તો પછી તેમણે કોંગ્રેસ શાસિત રાજ્યોની તરફ જોવું જોઇએ, જ્યાં મોટી ખામીઓ છે. કોંગ્રેસ શાસિત રાજ્ય 1 મેથી આપવામાં આવેલા ક્વોટાને લઇ રહ્યાં નથી, જેનો ઉપયોગ 18થી 44 વર્ષની ઉંમરના લોકો માટે કરવાનો છે. કોરોના સંકટ દરમિયાન સરકારના મેનેજમેન્ટમાં કમી રહેવાના આરોપનો જવાબ આપતાં જાવડેકરે ટૂલકિટનો ઉદ્દો ઉઠાવ્યો. નોંધનીય છે કે, અગાઉ ભાજપે કોંગ્રેસ પર આરોપ મૂક્યો હતો કે તે એક ટૂલકિટ દ્વારા સરકારને ઘેરવાની રણનીતિ પર કામ કરી રહી છે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે, શુક્રવારે રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મીડિયા સાથે વાત કરતાં કેન્દ્ર સરકાર અને પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પીએમ મોદીની નૌટંકીને લીધે દેશમાં કોરોનાની બીજી લહેર વધી છે. તેમણે કહ્યું કે, પીએમ મોદી ઇવેન્ટ મેનેજર છે અને તે એક સમયે એક જ ઇવેન્ટ પર કામ કરે છે. તેમને રણનીતિ તૈયાર કરતાં આવડતું નથી. દેશમાં વેક્સિનેશન જ સ્થાયી હલ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવી વસ્તુઓથી લાંબી લડાઇ જીતી શકાય નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular