પશ્ચિમ બંગાળ પછી હવે રાજસ્થાન સરકાર પણ કોરોનાવાયરસ રસીના સમાન વિતરણ અને ભાવ અંગે નવી નીતિની માંગ સાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવાનું વિચારી રહી છે. રાજસ્થાનમાં રસીની અછતને કારણે રસીકરણનો કાર્યક્રમ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યો છે.
8 કરોડની વસ્તીવાળા રાજસ્થાનમાં અત્યાર સુધીમાં માત્ર 1.26 કરોડને રસીનો પ્રથમ ડોઝ અને 31.2 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રસીકરણને વેગ આપવા માટે રાજ્ય સરકારે 1 કરોડ રસીના ડોઝની ખરીદી માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું છે, જે હાલમાં પ્રક્રિયા હેઠળ છે.
રસીકરણ અભિયાનથી જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કોવિડ -19 ની બીજી લહેરે રાજસ્થાન સહિત ઘણા રાજ્યોને રસીની અછતને પહોંચી વળવા માટે વૈશ્વિક ટેન્ડર પર વિચાર કરવાની ફરજ પડી છે. અધિકારીએ કહ્યું કે, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને રસી માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડવા વિનંતી કરી છે.
તેમણે કહ્યું કે, રાજ્ય ખર્ચ ભોગવી શકે છે પરંતુ ટેન્ડર ભારત સરકાર દ્વારા’ હોવું જોઈએ. કેન્દ્ર સરકાર એક સમાન ભાવ માટે વાટાઘાટો કરી શકે છે અને વિક્રેતાઓની વિશ્વસનીયતાની તપાસ કરે . અધિકારીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક ટેન્ડરમાં જોડાયેલા વિક્રેતા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા’ દ્વારા વર્તમાનમાં’ ખરીદવામાં આવેલી રસીના ભાવથી બમણાથી વધુની બોલી લગાવી રહ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકારે કોરોના રસીના ભાવોનાં નિર્ધારણ અને વિતરણ માટે એક સમાન નીતિની માંગ કરતાં સુપ્રીમ કોર્ટ પહોંચી છે. આ જ રીતે રાજસ્થાન સરકાર પણ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવાનું વિચારી રહી છે.
વેકસીન: બંગાળ પછી હવે રાજસ્થાન સરકાર પણ સુપ્રિમમાં
અછત, ધીમી ગતિ, સમાન વિતરણ અને રસીના ભાવના મુદ્દે વિવાદ