Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યના 3 શહેરોમાં આજથી 45 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ બંધ

રાજ્યના 3 શહેરોમાં આજથી 45 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ બંધ

- Advertisement -

રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે 1મેથી રસીકરણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ રાજ્યના ત્રણ મહાનગરો અમદાવાદ, સુરત અને વડોદરામાં આજથી 45 વર્ષથી વધુ વયના લોકોનું વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું છે. રસીનો નવો જથ્થો નહી મળે ત્યાં સુધી આ લોકોને વેક્સીન નહી મળે. જો રસીનો બીજો ડોઝ સમયસર ન લેવામાં આવે તો તેની કોઈ અસર રહેતી નથી.

- Advertisement -

અમદાવાદમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડતા આજે રોજ 45વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ બંધ રહેશે તેવી જાહેરાત અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્રારા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કમ્યુનિટી હેલ્થ સેન્ટર, મ્યુનિસિપલ તંત્ર સંચાલિત હોસ્પિટલમાં રસીકરણ બંધ રહેશે. આ સાથે જ મનપા દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, 18થી 44 વયજૂથના લોકો કે જેમણે  રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ લોકોને આવતીકાલે કોરોનાની રસી નિર્ધારિત કરવામાં આવેલ સ્થળો પર આપવામાં આવશે. 

અમદાવાદ પછી હવે આજે વડોદરામાં પણ 45 વર્ષથી વધુની વયના લોકોને રસી નહીં મળે.  18 વર્ષ થી 44 વર્ષના લોકોને હવે 76 જગ્યાઓ પર નહીં, પરંતુ  38 સેન્ટર પર આજે તો 38  બીજા સેન્ટર પર આવતીકાલે વેક્સીન મળશે. એ પણ એક સેન્ટર ખાતે 100 જ વેકસીન અપાશે. 

- Advertisement -

ત્યારે સુરતમાં પણ વેક્સિનનો નવો જથ્થો નહી આવે ત્યાં સુધી 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન નહી આપવામાં આવે. માત્ર 18થી 44 વર્ષના વયના લોકોને રજીસ્ટ્રેશન કર્યા બાદ સ્લોટ મુજબ રસી આપવામાં આવશે. આમ રાજ્યના ત્રણ મહાનગરો કે જ્યાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે ત્યાં લોકો ઓક્સિજન, બેડ, દવાઓ સહીત અનેક અછતનો સામનો કરી રહ્યા છે. તેવામાં વેક્સિનનો જથ્થો ખૂટી પડતા લોકોએ હવે નવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular