અગાઉ સરકારની ઇચ્છા હતી કે હાલ 45 વર્ષથી વધુ વયનાઓને રસીકરણ આપતા રહીએ અને નવા ડોઝ આવે એ પછી 18 વર્ષથી વધુ વયના લોકોને વેકિસનેટ કરવામાં આવે. પણ હવે ઉપરથી આદેશ આવ્યો છે કે, યુવાનોને તત્કાળ રસી આપવામાં આવે કારણ કે, તેમને રક્ષણ મળશે તો સંક્રમણનો ફેલાવો ઘણે અંશે અટકાવી શકાશે.
45 વર્ષથી વધુ વયના લોકોનું વેકિસનેશન ચાલુ રહેશે. પણ સરકારના પ્રયાસો રહેશે કે વધુને વધુ યુવા લોકોને કોરોના સામે રક્ષણ આપી શકાય.સરકાર પાસે અત્યારે અંદાજે 8.35 લાખ ડોઝ ઉપલબ્ધ છે. 15 મે સુધીમાં વધુ 11 લાખ ડોઝ મળશે એવી અપેક્ષા છે. સરકારના પ્રયાસો છે કે, અઢી કરોડ ડોઝનો જે ઓર્ડર આપ્યો છે. એ પણ જલદી મળી જાય. જે બોલ્ડ લેટર્સમાં લખ્યું છે એ ટેકનિકલી સાચું કહેવાશે નહીં. કારણ કે, દરરોજ રસીનો વપરાશ થશે એટલે એટલાં ડોઝ ઘટતાં જશે. એટલે અંદાજે 18 લાખ ડોઝ થઇ જશે તેવું કહી શકાય નહીં. એક વસ્તુઉમેરી શકાશે કે કેન્દ્ર 45થી વધુ વયના નાગરિકો માટે અલગથી રસીનો જથ્થો સમયાંતરે ઉપલબ્ધ કરાવતી રહેશે.જેથી તેમનું રસીકરણ અટકે નહીં.
સરકારે સૌથી વધુ સંક્રમિત હોય એવા રાજયના 10 જિલ્લાની યાદી બનાવી છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ક્ચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. કારણ કે, રાજયના કુલ કેસના 67% આ જિલ્લામાં છે. રાજયમાં કોરોનાથી થયેલા કુલ મોતના 53% પણ આ જિલ્લાઓમાં જ નોંધાય છે.
ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા શરૂઆતમાં 1.27 કરોડ ડોઝ મળ્યા હતા. એમાંથી અત્યાર સુધીમાં 1.20 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. જે કુલ વસ્તીના 18.3 ટકા છે. એમાંથી 95.64લાખ લોકોને પહેલો અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ આપી દેવાયો છે.
જેમણે cowin.gov.in પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવ્યું હશે અને રસીકરણનું શિડયુલ બુક કર્યું હશે તેમને રસી અપાશે. રસીકરણ માટે SMS થી જાણ થશે અને આ SMSમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઇને તેમણે વેકિસન લેવાની રહેશે. જે લોકોને SMS મળશે તેને ID કાર્ડ પર રસી આપવામાં આવશે.