કોરોના વેક્સિનેશનની કામગીરીમાં જામનગર જિલ્લો આગળ પડતો રહ્યો છે. ત્યારે જામનગર તાલુકાના હાપા ગામે વેક્સિનેશન સેન્ટરનો પ્રાથમિક શાળા ખાતે દીપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઇ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, મનોજભાઇ જાની, હાપા ગામના સરપંચ મહેશભાઇ, ઉપસરપંચ, શાળાના આચાર્ય ભરતભાઇ મુંગરા તથા શાળાનો સમગ્ર સ્ટાફ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ સ્થાનિક કક્ષાએ વેક્સિનશન સેન્ટર શરુ થતાં લોકોએ પણ ઉત્સાહ દાખવી બહોળા પ્રમાણમાં વેક્સિનેશન કરાવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા તથા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલએ હાપા ગામમાં તથા આસપાસના વિસ્તારોમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી બને તેટલી ઝડપી પૂર્ણ થાય અને લોકો સુરક્ષિત બને તે માટે અપીલ કરી હતી.