ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને સ્પષ્ટ કરી દીધું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારતે કહ્યું કે ટેકનિકલ ગૂંચવણમાં ફસાઈ જવાને બદલે પાકિસ્તાને મુંબઈ આતંકી હુમલાના ગુનેગારો વિરુદ્ધ વિશ્ર્વસનિય અને જમીન પરની કાર્યવાહી કરવી જોઈએ. આતંકવાદી હુમલાના 15 વર્ષ બાદ પણ ભારત ન્યાયની રાહ જોઈ રહ્યું છે. આ સિવાય ભારતે દક્ષિણ એશિયામાં શાંતિ માટે પાકિસ્તાનને ત્રણ સલાહ આપી હતી. ભારતે આતંકવાદને રોકવા, જમ્મુ-કાશ્મીરના કબજા હેઠળના વિસ્તારને ખાલી કરવા અને લઘુમતી વસ્તી પર અત્યાચાર રોકવા માટે કહ્યું છે. ભારતના રાજદ્વારી પંતુલ ગેહલોતે પાકિસ્તાનને કબજે કરેલ વિસ્તાર ખાલી કરવા જણાવ્યું હતું. ભારતે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશના કબજા હેઠળના વિસ્તારને ખાલી કરવાની સાથે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. તેણે 26/11ના આતંકવાદી હુમલાના આરોપીઓને સજા આપવાની અપીલ કરી હતી. અગાઉ પાકિસ્તાને ભારત સામે ઝેર ઓકયું હતું. તેના પર ભારતે કહ્યું કે પાકિસ્તાન યુએન પ્લેટફોર્મનો દુરુપયોગ કરે છે. પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવારૂલ હક કાકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણ દરમિયાન કાશ્મીરનું ગીત ગાયું છે. ભારતે પાકિસ્તાનને ઠપકો આપતા જવાબ આપ્યો હતો. પોતાના જવાબના અધિકારનો ઉપયોગ કરીને પંતુલ ગેહલોતે કહ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળના ભારતીય વિસ્તારો ખાલી કરવા જોઈએ અને સીમાપાર આતંકવાદને રોકવો જોઈએ. તેમણે પાકિસ્તાનને પાકિસ્તાનમાં લઘુમતીઓ વિરુદ્ધ માનવાધિકારનું ઉલ્લંઘન બંધ કરવા પણ કહ્યું હતું. જાહેરખબર પેટલ ગેહલોતે કહ્યું, દક્ષિણ એશિયામાં શાંતિ માટે પાકિસ્તાને ત્રણ પગલાં ભરવાની જરૂર છે. પ્રથમ, સીમા પારના આતંકવાદને રોકો અને તેના આતંકવાદના માળખાને તાત્કાલિક તોડી નાખો. બીજું, તેના ગેરકાયદે અને બળજબરીપૂર્વકના કબજા હેઠળના ભારતીય વિસ્તારોને ખાલી કરો. ત્રીજું, પાકિસ્તાન ે લઘુમતીઓ સામે ગંભીર અને સતત માનવ અધિકારોના ઉલ્લંઘનને રોકવા માટે. પાકિસ્તાનને કાશ્મીર પર બોલવાનો કોઈ અધિકાર નથી. ભારતીય રાજદ્વારીએ પુનરોચ્ચાર કર્યો કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની સાથે લદ્દાખ પણ ભારતનો અભિન્ન અંગ છે. તેણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનને ભારતના ઘરેલું મામલાઓ વિશે નિવેદન કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું પાકિસ્તાનને આપણા ઘરેલું મામલાઓ પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. વિશ્ર્વના સૌથી ખરાબ માનવાધિકાર રેકોર્ડ ધરાવનાર દેશને પોતાનું ઘર સુવ્યવસ્થિત રાખવું જોઈએ. પાકિસ્તાનમાં લઘુમતી અને મહિલાઓના અધિકારોનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે.